બુલેટિન ઈન્ડિયા લાઈવ ન્યૂઝ

નેપાળમાં 7 ભારતીય શ્રદ્ધાળુઓનાં મોત: મનકામના મંદિરથી પરત ફરતી બસ 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, ડ્રાઇવર બચી ગયો; 7 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નેપાળના ગંડકી પ્રાંતના ગોરખા જિલ્લામાં શનિવારે રાત્રે ભારતીય યાત્રાળુઓથી ભરેલી એક બસ ખીણમાં પડી ગઈ. તેમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 7 ઘાયલ છે. યાત્રાળુઓ મનકામના મંદિરથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાળુઓને લઈ જતી એક બસ મનકામના મંદિરથી પરત ફરી રહી હતી, ત્યારે રસ્તા પરથી સરકીને 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.

અકસ્માતમાં ઘાયલ 7 યાત્રાળુઓને ભરતપુર સ્થિત ચિતવન મેડિકલ કોલેજમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર બસમાં એક ડઝનથી વધુ યાત્રાળુઓ સવાર