લેબનોનમાં 2 લાખ બાળકો બેઘર થયા
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 16મો દિવસ છે. આ દરમિયાન મિડલ ઇસ્ટમાં વધતા તણાવને કારણે મોટી સંખ્યામાં બ્રિટિશ પ્રવાસીઓ દુબઈથી પાછા ફરી રહ્યા છે. જેના કારણે લંડનમાં ભાડાના મકાનોની માગ અચાનક વધી ગઈ છે.
ડેઇલી મેલ અનુસાર, ઘણા લોકો સુરક્ષાના કારણોસર જલ્દી શિફ્ટ થવા માગે છે અને એક અઠવાડિયા માટે 3 થી 4 લાખ રૂપિયા સુધી આપવા તૈયાર છે. જ્યારે હુમલાઓને કારણે ઇરાનમાં લગભગ 20,000 નાગરિક ઇમારતો પ્રભાવિત થઈ, જેમાં 16,000 ઘરોનો સમાવેશ થાય છે. 77 સ્વાસ્થ્ય સુવિધાઓને નુકસાન થયું, 65 શાળાઓ તબાહ થઈ.
લેબનોનમાં પણ ઇઝરાયલી હુમલાઓ ચાલુ છે, જેના કારણે લગભગ 8 લાખ લોકો ઘર છોડવા મજબૂર થયા છે. અલ જઝીરા અનુસાર, આમાં 2 લાખથી વધુ બાળકો છે. અહીં ક્લિક કરીને જુઓ વધુ ફોટોઝ
