બુલેટિન ઈન્ડિયા લાઈવ ન્યૂઝ

UAE માટે અનેક ફ્લાઇટ્સ રદ

મિડલ-ઈસ્ટ સંકટ વચ્ચે યુએઈ એરપોર્ટ અધિકારીઓના નિર્દેશો બાદ એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ્સ મોટા પાયે પ્રભાવિત થઈ છે. 15 માર્ચ 2026 માટે એરલાઈન્સને તેમના સંચાલનમાં ભારે કાપ મૂકવો પડ્યો છે. દુબઈ જતી એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની 11 માંથી 9 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. બંને એરલાઈન્સ દિલ્હી-દુબઈ માર્ગ પર માત્ર એક-એક રિટર્ન ફ્લાઈટ સંચાલિત કરશે. અબુ ધાબીની એર ઈન્ડિયા એક્સપ્રેસની તમામ પાંચ ફ્લાઈટ્સ રદ છે. શારજાહ અને રાસ અલ ખૈમાહથી દિલ્હી, કોચી અને મુંબઈ સહિતના કેટલાક શહેરો માટે ફ્લાઈટ્સ ચાલુ રહી શકે છે. તમામ ફ્લાઈટ્સ સ્લોટની ઉપલબ્ધતા અને વર્તમાન પરિસ્થિતિઓ પર નિર્ભર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *