બુલેટિન ઈન્ડિયા લાઈવ ન્યૂઝ

હાર્દિકે કરોડોની કાર ખરીદી,:ફેરારી 12 સિલિન્ડ્રી કારમાં ગર્લફ્રેન્ડ માહિકા સાથે રાઇડ પર નીકળ્યો, પંડ્યાનો નવાબી અંદાજ જોઈને ફેન્સ ઓળઘોળ

ઈન્ડિયન ટીમે સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ જીત્યો. T20 વર્લ્ડ કપની જીતમાં હાર્દિક પંડ્યાએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હાર્દિકે વર્લ્ડ કપ જીત્યા બાદ એક લક્ઝરી કાર ખરીદી છે.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાના લક્ઝરી કાર કલેક્શનમાં વધુ એક શાનદાર કાર ઉમેરી છે. T20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત બાદ હાર્દિક પંડ્યાએ ફેરારી 12 સિલિન્ડ્રી (Ferrari 12Cilindri) ખરીદી છે.